ભરૂચ: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શ્રમિક પરિવારના બાળકને મળ્યું નવજીવન, હૃદયમાં કાણું હોવાનું નિદાન થતા કરાયુ સફળ ઓપરેશન

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના દેવાંશુને આર.બી.એસ.કે.ટીમની મદદથી હૃદયનું ઓપરેશન સફળ થયું

New Update
  • ભરૂચના બાળકને મળ્યું નવજીવન

  • ઉમલ્લાના શ્રમિક પરિવારના બાળકનું કરાયુ ઓપરેશન

  • હ્ર્દયમાં કાણુ હોવાનું થયું હતું નિદાન

  • રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઓપરેશન કરાયુ

  • પરિવારે સરકારનો  માન્યો આભાર

ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના બાળકના હ્ર્દયમાં કાણુ હોવાનું નિદાન થતા તેનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના દેવાંશુને આર.બી.એસ.કે.ટીમની મદદથી હૃદયનું ઓપરેશન સફળ થયું છે. આંગણવાડીમાં રેગ્યુલર ચેક-અપ કરવા આવતા ડૉકટરને દેવાંશુની ઉંમર પ્રમાણે ઉંચાઈ અને વજન પણ ઘણું ઓછું લાગતા તેથી વધુ રીપોર્ટસ માટે ચેક-અપ કર્યુ. 
હદયના ધબકારા અસામાન્ય લાગતા રેફરન્સ કાર્ડ આપીને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કાર્ડિયોગ્રાફીના રિપોર્ટ માટે કહ્યું ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ ઑપરેશનની જરૂરિયાત જણાઈ હતી. અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામા આવ્યા હતા. ત્યાંના ડૉકટરના રિપોર્ટમાં પણ આવું જ નિદાન થતાં એક વર્ષના બાળક દેવાંશનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું જે બદલ પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read the Next Article

ભરૂચ : ખાનગી બસમાં મુસાફરી કરતા યાત્રીનું શંકાસ્પદ મોત,બસ ચાલકે મારમારીને અડધે રસ્તે ત્યજી દીધો હોવાના પરિવારનો આક્ષેપ

પરિવારજનોએ બસ ચાલકે મુસાફર સાથે મારમારી કરીને અડધે રસ્તે ઉતારી દીધો હતો,અને જેના કારણે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ ખસેડાયા બાદ મોત નીપજ્યું હોવાના આક્ષેપ કર્યા

New Update
  • ખાનગી બસના મુસાફરનું શંકાસ્પદ મોત

  • મુંબઈથી બસમાં રાજસ્થાન જઈ રહ્યા હતા

  • બસ ચાલક સામે પરિવારજનોએ કર્યા આક્ષેપ

  • યાત્રીને મારમારીને બેશુદ્ધ અવસ્થામાં ઉતારી દીધો

  • સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત 

મુંબઈથી રાજસ્થાન ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતા યાત્રીનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ મોત નીપજ્યું હતું,આ ઘટનામાં મૃતકના પરિવારજનોએ બસ ચાલકે મુસાફર સાથે મારમારી કરીને અડધે રસ્તે ઉતારી દીધો હતો,અને જેના કારણે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ ખસેડાયા બાદ મોત નીપજ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.

રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રહેવાસી મદનનાથ સરવનનાથ યોગીનું શંકાસ્પદ મૃત્યુ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. મદનનાથ યોગી ન્યૂ પટેલ ટ્રાવેલ્સની બસમાં મુંબઈથી રાજસ્થાન જતા હતાતે દરમિયાન બસના ડ્રાઈવર સાથે થયેલી માથાકૂટ બાદ તેમને બેભાન અવસ્થામાં અંકલેશ્વર રાજપીપળા ચોકડી પરના બ્રિજ પર છોડીને બસ ચાલક બસ લઈને ફરાર થઈ ગયો  હોવાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કર્યો હતો.

ત્રણ દિવસ પહેલા મદનનાથ યોગી મુંબઈથી રાજસ્થાનના આમેઠ તરફ પાછા ફરતા હતાત્યારે બસના ડ્રાઈવર સાથે થયેલી ઉગ્ર વાદ-વિવાદ બાદ તેમના પર શારીરિક હુમલો થયો હોવાનું પરિવારે આક્ષેપ કર્યો હતો. આ ઘટના બાદ મદનનાથને અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક બ્રિજ પર બેશુદ્ધ અવસ્થામાં છોડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે રહેલા કોઈ રાહદારીએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે મદનનાથને તાત્કાલિક ગડખોલની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબોની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં તેમનું ત્રણ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું.

પરિવારજનોના જણાવ્યા મુજબ,બસ ડ્રાઈવરે નબીપુર નજીક પ્રિન્સ હોટલ પાસે બસ છોડીને ફરાર થઈ ગયો હતો. જો હોટલ પર લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાની સત્યતા બહાર આવી શકે છે. ઘટનાના સમયે બસમાં મુસાફરી કરતા અન્ય પેસેન્જરો પણ પરેશાન થઈ ગયા હતા અને તેમને બીજી બસ દ્વારા તેમના નિશ્ચિત સુધી મોકલવામાં આવ્યા હતા.હાલમાં અંકલેશ્વરડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.