/connect-gujarat/media/media_files/2024/12/25/8tYzldGDaVOdtULxOILc.jpeg)
ભરૂચ શહેરના જવાહર બાગ ખાતે નિશા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નિશા વિદ્યાલયના બાળકો માટે વેશભૂષા સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નિશા ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચ સંચાલિત નિશા વિદ્યાલયના બાળકો માટેના વેશભૂષા સ્પર્ધા કાર્યક્રમનું જવાહર બાગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના અનેક બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આગવી શૈલીમાં બનેલ પાત્રનો ઉપસ્થિત મહાનુભાવોને પરીચય આપ્યો હતો.
વેશભૂષા સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નાના ભૂલકાઓને મહાનુભાવોના હસ્તે ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ, સામાજિક આગેવાનો કે.કે.રોહિત, પરેશ મેવાડા, નઇમ મલેક, નિશા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોઝ્ઝમ બોમ્બેવાલા, પરેશ મેહતા, મહેશ વાઘેલા, અખિલેશ સોની સહિત મોટી સંખ્યામાં શાળા પરિવારે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફાળ બનાવ્યો હતો.