New Update
/connect-gujarat/media/media_files/2025/08/30/gh-2025-08-30-10-26-17.jpg)
ભરૂચના આમોદ નજીક રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો છે. આમોદના તિલક મેદાન નજીક રસ્તે રખડતા પશુઓએ 108 એમ્બ્યુલન્સ નો રસ્તો રોક્યો હતો.
જેના પગલે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે નીચે ઉતરી લાકડી વડે ઢોરોને હટાવવાની ફરજ પડી હતી અને ઢોરોને હટાવ્યા બાદ એમ્બ્યુલન્સ આગળ રવાના થઈ હતી.
થોડા દિવસ અગાઉ આમોદ નગર સેવા સદનની કચેરી બહાર જ રખડતા પશુઓનો અડીંગો જોવા મળ્યો હતો ત્યારે નગર સેવા સદન દ્વારા રખડતા ઢોરને પકડવા કોઈ જ કામગીરી ન થતી હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. લાખોના ખર્ચ કરવા છતાં ઢોર પકડવાનો ડબ્બો શોભાના ગાંઠિયા સમાન હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે ત્યારે નગર સેવા સદન દ્વારા રસ્તે રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
Latest Stories