New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ યોજાયો
-
બુદ્ધ વંદનાનો યોજાયો કાર્યક્રમ
-
બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા આયોજન
-
મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભરૂચમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બુદ્ધ વંદનાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભરૂચના રેલ્વે સ્ટેશન સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બુદ્ધ વંદના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બામસેફ અને ઇન્સાફ સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં બામસેફના ગુજરાત રાજ્ય મહાસચિવ શાંતિલાલ રાઠોડ અને ઇન્સાફના રાજ્યના મહાસચિવ વિનય સોલંકી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પોતાના સંબોધનમાં બુદ્ધના વિચારો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના માર્ગદર્શન પર પ્રકાશ ફેલાવ્યો હતો. સમાજમાં સમરસતા, ભાઈચારો અને અહિંસાનું મહત્વ વધે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધર્મ વંદના, પાઠ અને મૌન પાળવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
Latest Stories