/connect-gujarat/media/media_files/2024/11/02/s2GXRacXJ0vTneTCE5tX.png)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારમાં દીપડાની વસ્તી સતત વધી રહી છે, તાલુકામાં શેરડીના ખેતરો દિપડાના વસવાટ માટે આશ્રય સ્થાનો મનાય છે. આ વન્ય જીવ દિવાળી નજીકના સમયમાં ખેતરોમાં શેરડી કાપવાની સીઝન શરૂ થાય ત્યારે આશ્રય ગુમાવાવથી નજીકના ગામોમાં ઘુસી આવતા હોય છે. વર્ષ દરમિયાન દીપડા શેરડીના ખેતરોમાં આશ્રય લેતા હોય છે, દિપડાઓ ખોરાકની શોધમાં ઘણીવાર માનવ વસ્તીમાં આવી જતા હોય છે.
પશુપાલકોના ઘરોના વાડામાં બાંધેલ પાલતુ પશુઓને નિશાન બનાવતા હોય છે, ઘણીવાર દિપડાઓ દ્વારા માનવી પર હુમલા કરાયા હોવાની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામ ગામે માજી સરપંચ રાજુભાઈ ના ઘર નજીક દીપડો નજરે પડતા વન વિભાગને પાંચેક દિવસ પહેલા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઝઘડિયા ના આરએફઓ ના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર રાજુભાઈ તેમજ તેઓની ટીમ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રી દરમિયાન આશરે ૫ વર્ષનો નર દિપડો પાંજરે પુરાયો હતો જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વન વિભાગ દ્વારા દીપડાને ફોરેસ્ટ ઓફિસ જગડીયા ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ખોરાક અને પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું