ભરૂચ: જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આવતીકાલે માતૃભાષા કાર્યશાળા યોજાશે

ભરૂચ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ દ્વારા માતૃભાષા કાર્યશાળાનું આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષકોના માધ્યમથી માતૃભાષા

New Update
ભરૂચ શિક્ષણ
ભરૂચ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ દ્વારા માતૃભાષા કાર્યશાળાનું આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષકોના માધ્યમથી માતૃભાષા ગુજરાતીના સંરક્ષણ સંવર્ધન અને જનસામાન્યને ગુજરાતી ભાષાના ભવ્યાતિભવ્ય વારસાનો પરિચય કરાવી માતૃભાષા માટે ગૌરવ અને સજ્જતા  માટેનો સંદેશ  આપવાના હેતુથી ભરૂચ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ દ્વારા માતૃભાષા કાર્યશાળાનું આવતીકાલ તારીખ 28મી સપ્ટેમ્બરના રોજ શહેરની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે બપોરે 3 થી સાંજે 5 કલાક સુધી માતૃભાષા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં  વર્ણમાળા અને જોડણીના નિયમો અંગે  સમજણ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર હર્ષદ શાહ આપશે.આ કાર્યક્રમમાં 100 જેટલા ભાષા સાધક ઉપસ્થિત પણ ઉપસ્થિત રહેશે.
Latest Stories