ભરૂચ: તાલુકા પોલીસ મથકમાં મારમારીની ફરિયાદ નોંધાવવા પહોંચેલ વ્યક્તિનું અચાનક જ મોત, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં મંગળવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. પાડોશીઓને ઉંચા અવાજે ગીત સાંભળવા બાબતે થયેલી તકરારને પગલે ફરિયાદ નોંધાવવા પહોંચેલા

New Update

ભરૂચના તાલુકા પોલીસ મથકનો બનાવ

ફરિયાદીનું અચાનક જ મોત નિપજ્યું

ફરિયાદ લખાવતી વખતે મોત

મારામારીની ફરિયાદ કરવા ગયા હતા

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં મંગળવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. પાડોશીઓને ઉંચા અવાજે ગીત સાંભળવા બાબતે થયેલી તકરારને પગલે ફરિયાદ નોંધાવવા પહોંચેલા 50 વર્ષીય ઐયુબ પટેલ અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું મોત નિપજ્યું હતું.

ભરૂચના શુકુન બંગલોઝમાં રહેતા ઐયુબ પટેલને હૃદયરોગની સમસ્યા હતી. પાડોશમાં રહેતા યુવાનો સતત તેજ અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડતા હોવાના કારણે ઐયુબ પટેલે તેમને અવાજ ધીમો રાખવા વિનંતી કરી હતી. આ દરમ્યાન બન્ને પક્ષ વચ્ચે તકરાર થઇ અને બોલાચાલી મારામારી સુધી પહોંચી હતી.
પછી બન્ને પક્ષ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. આ દરમિયાન ઐયુબ પટેલ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છતાં બચાવી શકાયા નહોતાં. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. તબીબી રિપોર્ટ મળ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.પોલીસ મથકમાં જ ફરિયાદીનું મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Latest Stories