New Update
/connect-gujarat/media/media_files/2026/03/09/gnfc-2026-03-09-22-45-48.jpg)
ભરૂચ જિલ્લામાં આવેલી સરકારી કેમિકલ કંપનીGNFC માં એક ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાન્ટના બોઈલરમાંથી અચાનક ગરમ રાખ ઉડી નીકળતાં કુલ 8 કામદારો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘટના દરમિયાન બોઈલર વિભાગમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ગરમ રાખ બહાર ઉડતા નજીકમાં કામ કરી રહેલા કામદારો તેની ઝપેટમાં આવી ગયા હતા. તેમાં એક કામદારના મોઢાના ભાગે ગંભીર દાઝ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તેમજ અન્ય કામદારોને પગના ભાગે પણ દાઝ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.ઘટના બનતાં જ કંપનીના અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત તમામ કામદારોને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.
આ ઘટના અંગે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર બોઈલર સિસ્ટમમાં થયેલી તકનિકી ખામી કે સલામતી પ્રક્રિયામાં ખામીના કારણે આ અકસ્માત થયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કંપની દ્વારા ઘટનાની આંતરિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. વધુ માહિતી તપાસ પૂર્ણ થયા બાદ બહાર આવવાની શક્યતા છે.
Latest Stories