ભરૂચ : ગ્રીન ટેકનોલોજીથી બની રહ્યો છે રાજપારડી નજીક મજબૂત રોડ, જીઓ ટેક્સટાઈલ મટીરીયલનો કરાયો પ્રયોગ...

રાજપારડી મુકામે રોડ નિર્માણની કામગીરીમાં એક નવી પહેલ કરવામાં આવી છે. અહીં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો

New Update
  • ઝઘડીયાના રાજપારડી માર્ગ પર ભારે વાહનોની સતત અવરજવર

  • ચોમાસા દરમ્યાન વરસાદના કારણે માર્ગ વારંવાર બિસ્માર થઈ જતો

  • રાજપારડી નજીક ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી રોડ નિર્માણનું કાર્ય

  • રોડના કામમાં જીઓ ટેક્સટાઈલ મટીરીયલનો પ્રયોગ કરવામાં આવ્યો

  • આ પદ્ધતિથી માર્ગની મજબૂતી વધુ ટકાઉ બનશે : આસિ. એન્જીનીયર 

ભરૂચ જિલ્લાના રાજપારડી નજીક ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી મજબૂત રોડ બની રહ્યો છે. આ સાથે જ રોડના નિર્માણકાર્યમાં જીઓ ટેક્સટાઈલ મટીરીયલનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનો રાજપારડી રોડ ભારે વાહનોની સતત અવરજવર અને ચોમાસામાં વરસાદના કારણે વારંવાર બિસ્માર થઈ જતો હતોત્યારે હવે રાજપારડી મુકામે રોડ નિર્માણની કામગીરીમાં એક નવી પહેલ કરવામાં આવી છે. અહીં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

રાજપારડી પાસે અંદાજે 5.275 કિલોમીટરના વિસ્તારમાં ડામર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં ટેન્ડરની વિગતો મુજબઆધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. કામગીરીમાં સૌપ્રથમ SS-1થી પ્રાઈમ કોટ કરવામાં આવ્યો છેત્યારબાદ તેના પર સફેદ રંગનું ખાસ જીઓ ટેક્સટાઈલ મટીરીયલ પાથરવામાં આવ્યું છે.

આ જીઓ ટેક્સટાઈલ મટીરીયલ એક સેપરેશન લેયર તરીકે કામ કરે છેજે ડામરના પડને વધુ મજબૂતી આપે છેઅને તેને સરકી જતો અટકાવે છે. ત્યારબાદ ટેક કોટ અને 60 mmનું DBM સ્તર લગાડવામાં આવશે. અંતિમ તબક્કે તેના પર 40 mmનું બીટુમિનસ કોંકરેટનું  સ્તર પાથરવામાં આવશેઆમ અહીના માર્ગની મજબૂતી વધુ ટકાઉ બનશે.

Latest Stories