ભરૂચ : હાંસોટના સાહોલ નજીક ખાનગી લકઝરી બસ માર્ગની નીચે ઉતરી જતા અકસ્માત, 16 મુસાફરોનો આબાદ બચાવ

ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક ખાનગી લક્ઝરી બસ માર્ગની નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો, જેને પગલે ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી. 

New Update
vlcsnap-2025-12-24-10h06m13s083

ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક ખાનગી લક્ઝરી બસ માર્ગની નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો, જેને પગલે ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી. 

સાહોલ નજીક કીમ નદી પર આવેલા ઓવરબ્રિજ પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ હોવાથી બસ ડ્રાઈવરે ટર્ન લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બસ પરથી નિયંત્રણ ગુમાવતા બસ માર્ગની નીચે ઉતરી ગઈ હતી.



અકસ્માતગ્રસ્ત લક્ઝરી બસ સૌરાષ્ટ્રના સાવરકુંડલાથી સુરત તરફ જઈ રહી હતી. બસમાં કુલ 16 મુસાફરો સવાર હતા, જેઓનો સદભાગ્યે કોઈ જાનહાનિ વિના આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.હાંસોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. અકસ્માતના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
Latest Stories