ભરૂચ: જંબુસર નજીક ST બસ માર્ગની નીચે ઉતરી જતા અકસ્માત, મોટી જાનહાની ટળી

ભરૂચના જંબુસર એસટી ડેપોની બસને અકસ્માત પડતા દોડધામ મચી જવા પામી હતી. કીર્તિસ્તંભથી જંબુસર આવવા રવાના થયેલી એસટી બસ Gj 18 Z 7852 દેવકોઈ ગામ નજીકથી પસાર થઈ રહી

New Update
dvd

ભરૂચના જંબુસર એસટી ડેપોની બસને અકસ્માત પડતા દોડધામ મચી જવા પામી હતી. કીર્તિસ્તંભથી જંબુસર આવવા રવાના થયેલી એસટી બસ Gj 18 Z 7852 દેવકોઈ ગામ નજીકથી પસાર થઈ રહી હતી

તે દરમ્યાન અન્ય વાહન આવી જતા બસ માર્ગની નીચે ઉતરી ગઈ હતી.અકસ્માત સમયે બસમાં 18 મુસાફરો સવાર હતા જેઓના જીવ જોખમમાં મુકાયા હતા.બસના ડ્રાઇવરે સમયસૂચકતા દાખવી સ્ટીયરિંગ પર કાબુ મેળવી લેતા મોટી જાનહાની ટળી હતી.

અકસ્માતમાં એક મુસાફરને પગમાં ઈજા થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે.
Latest Stories