ભરૂચ : આમોદના કેરવાડા ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવાર વૃદ્ધનું મોત

ભરૂચના આમોદ તાલુકાના કેરવાડા અને બુવા ગામ વચ્ચેના માર્ગ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઇટોલા ગામના વતની ૬૨ વર્ષીય

New Update
1004350348
ભરૂચના આમોદ તાલુકાના કેરવાડા અને બુવા ગામ વચ્ચેના માર્ગ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઇટોલા ગામના વતની ૬૨ વર્ષીય અબ્બાસ રહીમ જાદવ  મોટરસાયકલ નંબર GJ-06-MS-0812 પર સવાર થઈને કેરવાડાથી પોતાના ગામ ઇટોલા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર જઈ રહેલા એક ટ્રક નંબર GJ-16-AW-6855 સાથે તેમની બાઈક ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સવાર અબ્બાસભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં માર્ગ પર પટકાયા હતા.​અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ માનવતા દાખવી ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને તુરંત જ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે, કમનસીબે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અબ્બાસભાઈનું મોત નિપજયું હતું.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Latest Stories