New Update
/connect-gujarat/media/media_files/2025/12/14/scs-2025-12-14-09-05-58.jpg)
ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમલ્લામાં 2007માં બંદૂકની અણીએ ધાડનો બનાવ બન્યો હતો. આ ગુનામાં 18 વર્ષથી નાસતા ફરતાં આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પાદરા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડયો છે.
આરોપી પાદરા નજીક આવેલાં ડભાસા ગામની સીમમાં પડાવ નાખીને રહેત હતો.18 વર્ષથી પોલીસને ચક્મો આપી નાસતો ફરતો આરોપી પાદરા તાલુકાના ડભાસાની સીમમાં રહેતો હોવાની બાતમી મળતાં વોચ ગોઠવવામાં આવી હતી. આરોપી ખુન્ના બિલવાલ પાદરા બસ સ્ટેન્ડ પાસે આવતાં તેને કોર્ડન કરીને ઝડપી લેવાયો હતો. આરોપી મધ્યપ્રદેશના ઝાંબુઆના ઘાટિયા તળાવ ગામનો રહેવાસી છે અને તેની સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં અનેક ગુનાઓ નોંધાયેલાં છે.
Latest Stories