New Update
/connect-gujarat/media/media_files/2025/10/12/thmb-2025-10-12-09-18-47.jpg)
ભરૂચના દહેજ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો 24 વર્ષ અગાઉ નોંધાયો હતો. આ ગુનામાં છેલ્લા ચોવીસ વર્ષથી નાસતો-ફરતો આરોપી ભગવાનસિંગ બક્ષીસસિંગ રહેવાસી - બઉપુર થાના - કબીરપુર જી.કપુરતલા પંજાબની ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે આરોપી સુલતાનપુર લોઢી ખાતે હોવાની માહિતી પોલીસને મળી હતી. દહેજ પોલીસની એક ટીમ પંજાબના લોઢી ખાતે રવાના કરવામાં આવી હતી જ્યાં સતત 3 દિવસ વોચ ગોઠવતા સ્કૂલમાં બસ ડ્રાઇવર તરીકે કામ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીને દહેજ લાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories