New Update
/connect-gujarat/media/media_files/2025/12/11/dhd-2025-12-11-17-06-43.jpg)
ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાંધલની રાજ્ય સરકાર દ્વારા બદલી થતાં કલેક્ટર કચેરી ભરૂચ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ એન.આર. ધાંધલના જિલ્લામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી અને તેમની નવી નિમણૂક માટે શુભકામનાઓ પાઠવી હતી.ભરૂચ જિલ્લામાં ત્રણ વર્ષના સેવાકાળ દરમિયાન નોંધપાત્ર કામગીરી કરી હતી. એન.આર. ધાંધલની તા. ૧૭/૦૮/૨૦૨૨ના રોજ ભરૂચ જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. દરમિયાન જિલ્લામાં વિવિધ વહીવટી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતા તેમણે અનેક વિકાસ કાર્યોને પ્રોત્સાહિત કર્યા.હોદ્દાની રૂએ બૌડાના મુખ્ય કારોબારી અધિકારી તરીકેની ફરજ બજાવતા તેમણે ભરૂચ શહેર માટે અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું સુચારુ આયોજન અને અમલીકરણ કર્યું હતું, જેને કારણે શહેરને ગુણાત્મક વિકાસની દિશામાં આગળ વધારવામાં મદદ મળી હતી. તેઓ હવે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાના કાર્યાલયમાં અંગત સચિવ તરીકે નવી જવાબદારી સંભાળશે.
Latest Stories