ભરૂચ : RTOમાં AI આધારિત સ્માર્ટ ડ્રાઇવિંગ ટ્રેક 15 દિવસમાં શરૂ થશે, તમારી આંખની સામે જ ડિસ્પ્લે થશે પરિણામ

ભરૂચ આર.ટી.ઓ.પર  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત વીડિયો એનાલિટીક ટેકનોલોજી  સ્માર્ટ ડ્રાઇવિંગ ટ્રેક શરૂ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે

New Update

ભરૂચ આર.ટી.ઓ.માં ચાલી રહેલ કામગીરી

એ.આઈ.આધારીત સ્માર્ટ ડ્રાઇવીંગ ટ્રેક શરૂ થશે

સિગ્નલના આધારે જ ડ્રાઇવીંગ ટેસ્ટ આપવો પડશે

એ.આઈ.આધારીત 18 સીસીટીવી કેમેરા લાગશે

તમારી આંખની સામે જ પરિણામ ડિસ્પ્લે થશે

ભરૂચ આર.ટી.ઓ.પર  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત વીડિયો એનાલિટીક ટેકનોલોજી  સ્માર્ટ ડ્રાઇવિંગ ટ્રેક શરૂ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

ભરૂચ સહિત રાજ્યની તમામ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ પદ્ધતિ આધુનિક બની રહી છે.તબક્કાવાર જૂના સિસ્ટમને બદલીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત વીડિયો એનાલિટીક ટેકનોલોજી પર આધારિત સ્માર્ટ ટ્રેક શરૂ કરવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.ભરૂચ આરટીઓમાં આ સ્માર્ટ ટ્રેકનું કામ લગભગ પૂર્ણતાની નજીક પહોંચી ગયું છે.આ નવનિર્મિત ટ્રેક પર પ્રથમ સિવિલ કામગીરી પૂર્ણ કરાઈ હતી, ત્યારબાદ 18 જેટલા એઆઈ આધારિત સીસીટીવી કેમેરા,સિગ્નલ લાઇટો અને ટ્રેકની શરૂઆત તથા અંતે ડિસ્પ્લે સ્થાપિત કરાયા છે.સમગ્ર એઆઈ સિસ્ટમનું સંચાલન કરવા માટે વિશિષ્ટ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.હાલ જૂની પદ્ધતિ મુજબ સ્પીકર દ્વારા સૂચના આપી અને કારમાં સેન્સર લગાવી ટેસ્ટ લેવાય છે પરંતુ નવા ટ્રેક પર આ સેન્સર પૂર્ણ રીતે દૂર થશે.અરજદારને ફક્ત સિગ્નલ લાઈટ મુજબ ટેસ્ટ આપવા મળશે.નાનામાં નાની ભૂલ પણ એઆઈ પકડી લેશે એટલે સાચી ડ્રાઇવિંગ આવડત ધરાવતા અરજદાર જ પાસ થઈ શકશે.એઆઈ આધારિત ટ્રેક પર અરજદાર જ્યારે આખરી સ્ટેજ પૂરું કરીને કાર રિવર્સ કરે છે ત્યારે બહાર નીકળતા સામે જ મુકાયેલા ડિસ્પ્લે પર તરત પરિણામ દેખાશે કે તે પાસ છે કે નાપાસ જેથી અરજદારને આરટીઓ ઑફિસમાં પૂછપરછ કરવાની પણ જરૂર નહીં રહે.આ અંગે એઆરટીઓ અધિકારી મિતેશ બંગાલેએ જણાવ્યું હતું કે, આરટીઓમાં સિવિલ વર્ક બાદ ટ્રેક પર તમામ એઆઈ કેમેરા,સિગ્નલ લાઇટો અને ડિસ્પ્લે લગાવી દેવામાં આવ્યા છે. મોટાભાગનું કામ પૂરું છે અને હવે ઓડિટ બાદ 15 દિવસ બાદના સમયમાં એઆઈ આધારિત ટેસ્ટિંગ શરૂ થવાની શક્યતાઓ છે.
Latest Stories