ભરૂચ : અખિલ હિન્દ મહિલા પરિષદ-ભરૂચ શાખા સંચાલિત 2 શાળાઓના 'વાર્ષિકોત્સવ-2025'ની ભવ્ય ઉજવણી કરાય...

અખિલ હિન્દ મહિલા પરિષદ-ભરૂચ શાખા સંચાલિત ડો. ગંગુબેન હડકર હાઈસ્કૂલ અને શ્રીમતી ચંદાબેન પ્રાથમિક શાળા-ભરૂચના 'વાર્ષિકોત્સવ-2025'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

New Update

અખિલ હિન્દ મહિલા પરિષદ-ભરૂચ શાખા દ્વારા આયોજન

ગંગુબેન હડકર-શ્રીમતી ચંદાબેન પ્રા. શાળાનો વાર્ષિકોત્સવ

'વાર્ષિકોત્સવ-2025'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી

શ્રેષ્ઠ શિક્ષક-વિદ્યાર્થીઓને એવોર્ડ આપીને સન્માનિત કરાયા

અખિલ હિન્દ મહિલા પરિષદ-ભરૂચ શાખા સંચાલિત ડો. ગંગુબેન હડકર હાઈસ્કૂલ અને શ્રીમતી ચંદાબેન પ્રાથમિક શાળા-ભરૂચના 'વાર્ષિકોત્સવ-2025'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની કલા અને પ્રતિભા દર્શાવવા માટે એક સાંસ્કૃતિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. જેમાં શાળાના આશરે 198 જેટલાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ વિવિધ વિષયો પર આધારિત સુંદર અને રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌકોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

વિદ્યાર્થીઓની આ પ્રસ્તુતિઓએ મહેમાનો અને વાલીઓના દિલ જીતી લીધા હતા. વાર્ષિકોત્સવના ભાગરૂપે શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શ્રેષ્ઠ શિક્ષકો તેમજ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને તેમના યોગદાન બદલ વિશેષ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીટીમકેન કંપનીના HR હેડ જેનીશ ડાંગરવાલાકેમ્પસ હેડ બીપિનચંદ્ર જગદીશવાલામહિલા પરિષદના પ્રમુખ વિલાસબેનહાઈસ્કૂલના આચાર્ય મનહર વાઘેલાપ્રાથમિક શાળાના આચાર્યા હેમાંગી વાંસદિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories