ભરૂચ: આરોગ્ય ધનવંતરી રથને 2 વર્ષ પૂર્ણ, અત્યાર  સુધી 95 હજાર OPD ઓપરેટ કરાય

ભરૂચ ભોલાવ આરોગ્ય ધનવંતરી રથને બે વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી.આ બે વર્ષ દરમિયાન ધનવંતરી રથ દ્વારા 95  હજાર જેટલી ઓપીડી કરવામાં આવી છે.

New Update
  • ભરૂચમાં કાર્યરત છે ધનવંતરી આરોગ્ય રથ

  • આરોગ્ય રથને બે વર્ષ થયાં પૂર્ણ

  • કર્મચારીઓએ કેક કટિંગ કરી ઉજવણી

  • 95 હજાર ઓપીડી ઓપરેટ કરાય

  • 10,000 ઇ નિર્માણ કાર્ડ કઢાયા 

Advertisment
ભરૂચમાં કાર્યરત આરોગ્ય ધનવંતરી રથને બે વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી.આ બે વર્ષ દરમિયાન ધનવંતરી રથ દ્વારા 95  હજાર જેટલી ઓપીડી કરવામાં આવી છે. ગુજરાત બાંધકામ બોર્ડ અને  ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલાવ આરોગ્ય રથને બે વર્ષ પૂર્ણ થતા બન્ને ધનવંતરી આરોગ્ય રથના સહ કર્મચારીઓ અને ધનવંતરી બોર્ડના પ્રોજેક્ટ મેનેજર કિંજલ પટેલ, પ્રોજેક્ટ કોર્ડીનેટર ચેતન જાદવ 108ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ સાથે રહીને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો પર જઈને શ્રમિકોને નિશુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ કરીને  લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. બન્ને આરોગ્ય રથ મળીને 95,000 જેવી ઓપીડી બે વર્ષમાં કરવામાં આવી છે.આરોગ્ય રથમાં  અને 10,000 ઇ નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે ત્યારે ધવંતરી રથ શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.
Advertisment
Latest Stories