ભરૂચ: યુનેસ્કોની અમૂર્ત ધરોહરની યાદીમાં દિવાળીના તહેવારનો સમાવેશ થતા તંત્ર દ્વારા ભૃગુઋષિ મંદિરે ઉજવણી કરાય

ભારતીય સંસ્કૃતિના સર્વોત્તમ ઉત્સવ દિવાળીને યુનેસ્કોની Intangible Cultural Heritage (ICH) Listમાં સ્થાન મળ્યું છે, જે સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ છે. ભારત સરકાર અને રાજ્ય

New Update
yunisko
ભારતીય સંસ્કૃતિના સર્વોત્તમ ઉત્સવ દિવાળીને યુનેસ્કોની Intangible Cultural Heritage (ICH) Listમાં સ્થાન મળ્યું છે, જે સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ છે. ભારત સરકાર અને રાજ્ય સરકારના સંસ્કૃતિ વિભાગના માર્ગદર્શન હેઠળ, આ ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિશેષ “ઇન્ટેન્જિબલ દીપાવલી” ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળોએ દિવાળીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચ શહેરના પ્રાચીન અને દર્શનીય ભૃગુ ઋષિ મંદિર ખાતે દીપાવલી પર્વને યુનેસ્કો દરજ્જાની ઉજવણી રૂપે વિશેષ કાર્યક્રમો યોજાયો હતો. મંદિર પરિસરમાં સજાવટ, હજારો દીવા પ્રજ્વલન, આકર્ષક રોશની સજાવટ તથા પરંપરાગત રંગોળીથી દિવ્ય અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો.
Latest Stories