New Update
/connect-gujarat/media/media_files/2026/02/05/cs-2026-02-05-08-57-11.jpg)
ભરૂચ બી ડિવિઝન પોલીસના સુત્રોને બાતમી મળી હતી કે હિતેશ પરમાર બરકતવાડ ઇકરા સ્કુલની બાજુમાં ખુલ્લી જગ્યામાં તેના માણસો રાખી કોરા કાગળની ચિઠ્ઠીઓ ઉપર આંક ફરકના આંકડાઓ લખી મોબાઇલ ફોનમાં ફોટા પાડી લઈ પૈસા વડે આંક ફરકના આંકડાનો જુગાર રમી ગેરકાયદેસર ધંધો કરે છે જે હકીકત આધારે પોલીસે દરોડા પાડી બે આરોપીને કુલ મુદ્દામાલ કિંમત રૂા.૧૬,૪૦૦/- સાથે ઝડપી પાડી જુગારધારાની સંલગ્ન કલમો મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલામાં હિતેશભાઇ પ્રકાશભાઈ પરમાર ઉ.વ.૩૩ રહે.મુન્સી મિઠાઈવાળાની પાછળ ઝુપડપટ્ટી કતોપર બજાર તા.જી.ભરૂચ અને નરસંગભાઈ માવજીભાઈ ચૌધરી ઉં.વ.૬૩ હાલ રહે- મ.ન.ઈ/૭ ગ્રાઉન્ડ ફલોર રચના નગર -૦૫ જી.ઇ.બી.ની પાછળ મકતપુર તા.જી.ભરૂચ મુળ રહે.મ.ન.૧૬ રચના નગર-૦૧ જી.ઈ.બી.ની પાછળ મકતપુરની ધરપકડ કરી છે.
Latest Stories