New Update
/connect-gujarat/media/media_files/2025/12/12/dvd-2025-12-12-20-36-59.jpg)
ભરૂચના 7.30 કરોડના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાના શરતી જામીન રદ કરવામાં આવ્યા છે. પાંચમા એડિશનલ સેશન્સ જજ પી.એમ. સોનીએ 12 ડિસેમ્બરે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા આદેશ કર્યો છે.
ગત 26 સપ્ટેમ્બરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટએ પિતા–પુત્રના શરતી જામીન મંજૂર કર્યા હતા. પરંતુ 1 નવેમ્બરે, સરકાર તરફથી સરકારી વકીલ પી.બી. પંડ્યાએ BNS કલમ 483(3) હેઠળ જામીન રદ કરવાની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં જામીન મંજૂરીના હુકમને પડકારવામાં આવ્યો હતો.ગત 29 જુલાઈએ, ભરૂચ કોર્ટએ બંનેની જામીન અરજી ફગાવી પણ દીધી હતી. હવે, તાજેતરના હુકમ મુજબ, હીરા જોટવા અને દિગ્વિજય જોટવાએ 13 ડિસેમ્બર, સવારે 11 વાગ્યે કોર્ટમાં સરેન્ડર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આરોપીઓ નિર્ધારિત સમય સુધી સરેન્ડર નહીં કરે તો ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટને પકડ વોરંટ કાઢી, બંનેને કસ્ટડીમાં લેવા સૂચના આપવામાં આવશે.
Latest Stories