ભરૂચ: BAPS સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આરોપીની પોલીસે કરી ધરપકડ

ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ તેમજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને ધમકી ભર્યા બે કોલ મળ્યા હતા જેના કારણે પોલીસ દોડતી થઈ હતી. પોલીસે બૉમ્બ અને ડોગ સ્ક્વોડની  મદદથી મંદિરમાં ચેકિંગ હાથ ધર્યું હતું

New Update
  • ભરૂચના ઝાડેશ્વરમાં આવેલું છે મંદિર

  • સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી

  • મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

  • પોલીસે ધમકી આપનાર શખ્સની કરી ધરપકડ

  • ભરૂચમાંથી જ કોલ થયો હોવાનું બહાર આવ્યું

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભરૂચમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો મામલો સામે આવ્યો છે.આ મામલામાં પોલીસે ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી છે.
તાજેતરમાં જ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ મહદઅંશે શાંત પડ્યો છે. એવામાં સંવેદનશીલ ગણાતા ભરૂચમાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ તેમજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને ધમકી ભર્યા બે કોલ મળ્યા હતા જેના કારણે પોલીસ દોડતી થઈ હતી. પોલીસે બૉમ્બ અને ડોગ સ્ક્વોડની  મદદથી મંદિરમાં ચેકિંગ હાથ ધર્યું હતું.જો કે કોઈપણ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી ન હતી.
આ તરફ પોલીસે કોલ સ્ટ્રેસ કરતા કોલ ભરૂચમાંથી જ થયો હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેન્સના આધારે તપાસ કરતા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સફારી પાર્કમાં રહેતા  આરોપી તોસિફ આદમ પટેલે ધમકીભર્યો કોલ કર્યો હોવાનો ખુલાસો થયો હતો.પારિવારિક ઝઘડામાં ભાઈ અને બનેવી પર કાર્યવાહી થાય તે માટે ખોટો કોલ કરાયો હોવાનું બહાર આવ્યું હતું. સી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Read the Next Article

ભરૂચ: જે.પી. કોલેજમાં રક્તદાન શિબિર યોજાય, વિદ્યાર્થીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

New Update
  • ભરૂચમાં આવેલી છે જે.પી.કોલેજ

  • કોલેજમાં રક્તદાન શિબિર યોજાય

  • ભારતીય નવનિર્માણ સંઘ દ્વારા આયોજન

  • યુનિટી બ્લડ બેંકનો સહયોગ સંપડ્યો

  • વિદ્યાર્થીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના ભારતીય નવનિર્માણ સંઘ અને યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવ સેવા માટે રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, ભાજપ યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ, કોલેજના આચાર્ય નિતિન પટેલ તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિતિ રહયો હતો. ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને રક્તદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.