ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન
ભારત વિકાસ પરિષદ અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા કરાયું આયોજન
1 એપ્રિલથી 3જી એપ્રિલ સુધી કાર્યક્રમનું આયોજન
શહેરની પાંચ શાળાઓમાં નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે
વિદ્યાર્થીઓ અને વાલીઓની મૂંઝવણનો આવ્યો અંત
વિદ્યાર્થી જીવનની કારકિર્દીના પ્રથમ પગથિયાં સમાન ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા પછી મોટાભાગના બાળકો અને વાલીઓને ચિંતા રહેતી હોય છે કે હવે પછી શું? તેના માટે ભરૂચમાં ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભરૂચ શહેરની પાંચ જેટલી શાળાઓમાં નિ:શુલ્ક માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 1લી એપ્રિલથી લઈને 3જી એપ્રિલ દરમિયાન સવારે 9:00 થી 12 :00 ના સમયમાં વિશેષ નિષ્ણાતોને બોલાવી કોઈપણ શાળાનો વિદ્યાર્થી માર્ગદર્શન મેળવી શકે