New Update
/connect-gujarat/media/media_files/2025/10/04/screenshot_2025-10-04-10-33-51-07_6012fa4d4ddec268fc5c7112cbb265e7-2025-10-04-10-56-14.jpg)
ભરૂચના વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર ભિલોડથી ચમારીયા ગામના પાટિયા વચ્ચે ગાય સાથે બાઈક ભટકાતા બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ભરૂચના વાલિયા-નેત્રંગ માર્ગનું નવીનીકરણ થતા જ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે શુક્રવારની સામે મહારાષ્ટ્રથી બે યુવાનો બાઇક લઈ અંકલેશ્વર તરફ જઇ રહ્યા હતા.તે દરમિયાન વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર ભિલોડથી ચમારીયા ગામના પાટિયા વચ્ચે અચાનક ગાય આવી જતા બાઈક સવારો તેના સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ગાયનું મોત નીપજ્યું હતું.જ્યારે બાઈક સવાર બંને યુવાનોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાલિયા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
Latest Stories