ભરૂચ : હાંસોટના ઇલાવ- બાલોતા માર્ગ પર બાઈક વીજપોલ સાથે ભટકાય, બાઈકચાલકને ગંભીર ઇજા

ભરૂચના હાંસોટ તાલુકામાં આવેલા ઇલાવ–બાલોતા ગામને જોડતા માર્ગ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે જઈ રહેલી બાઈક અચાનક વીજ પોલ

New Update
WhatsApp Image 2026-01-01 at 8.04.56 PM
ભરૂચના હાંસોટ તાલુકામાં આવેલા ઇલાવ–બાલોતા ગામને જોડતા માર્ગ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે જઈ રહેલી બાઈક અચાનક વીજ પોલ સાથે અથડાતા બાઈકચાલકને ગંભીર ઇજા પહોંચતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.ઇજાગ્રસ્ત યુવકની ઓળખ બિહાર રાજ્યના કટીહાર જિલ્લાના 24 વર્ષીય ભીમકુમાર ચૌધરી તરીકે થઈ છે. હાલ યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર ઘટનાને લઈને હાંસોટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ઇજાગ્રસ્ત યુવાન અન્ય કામદારો સાથે ઇલાવ ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને હાઈ ટેનસન્સ લાઈનના ટાવર લગાવવાનું કામ કરતા હોવાનું બહાર આવ્યું છે.
Latest Stories