ભરૂચ : આમોદના પુર અસરગ્રસ્ત ગામોમાં ભાજપ દ્વારા ફ્રૂટનું કરાયુ વિતરણ

ભરૂચના આમોદ તાલુકાના પુરસા, કાંકરિયા અને માનસંગપુરા ગામો ઢાઢર નદીના પૂરથી સંપર્કવિહોણા બનતા આમોદ તાલુકા ભાજપ દ્વારા અસરગ્રસ્ત ગામજનોને

New Update
IMG-20250907-WA0204

ભરૂચના આમોદ તાલુકાના પુરસા, કાંકરિયા અને માનસંગપુરા ગામો ઢાઢર નદીના પૂરથી સંપર્કવિહોણા બનતા આમોદ તાલુકા ભાજપ દ્વારા અસરગ્રસ્ત ગામજનોને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.

માનસંગપુરા ગામમાં નદીનું પાણી પ્રવેશતા 18 લોકોને રેસ્ક્યુ કરી કાંકરિયા ગામના હોલ ખાતે સ્થળાંતર કરાયા હતા.આમોદ તાલુકા ભાજપના કાર્યકરો, પ્રમુખો, મહામંત્રી, સરપંચો તથા જિલ્લા પંચાયત સભ્યો રાહત કામગીરી હાથ ધરી રહ્યા છે. હાલમાં ટ્રેક્ટર દ્વારા પુરસા, કાંકરિયા અને માનસંગપુરા ગામોમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.
Latest Stories