ભરૂચ : BJP દ્વારા યુનિયન બજેટની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાય, બજેટને  ગ્રોથ ઓરીએન્ટેડ ગણાવાયું

દેશના સામાન્ય બજેટથી જનસમુદાય જાણકાર થાય તે માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પૂર્વ મેયર અને સાઉથ ઝોન ઇન્ચાર્જ જગદીશ પટેલે વડાપ્રધાન

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

પ્રેસ કોન્ફરન્સ યોજાય

બજેટ અંગેની માહિતી અપાય

ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટથી જન જનને વાકેફ કરવા ડિસ્ટ્રીકટ બેંકના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી
દેશના સામાન્ય બજેટથી જનસમુદાય જાણકાર થાય તે માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પૂર્વ મેયર અને સાઉથ ઝોન ઇન્ચાર્જ જગદીશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કર્તવ્ય ભવનમાં પહેલી વખત અને સતત 9મી વાર નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટને 2047 ના વિકસિત ભારતના રોડમેપ તરીકે લેખાવ્યું હતું.નિર્ભયપણે વિકાસનો માર્ગ કંડારે તેવા પ્રકારનું સંપૂર્ણ વિકાસલક્ષી બજેટ તેઓએ ગણાવ્યું હતું. જનમાનસ લાભાર્થીઓને સમાજય એ માટે બજેટલક્ષી બેઠકમાં લોકલુભાવન લપસણીથી પર રહી વિકાસનો માર્ગ કંડારતુ બજેટ આપ્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો.CA મહાવીર જૈન પ્રદેશ પ્રવક્તાએ બજેટ ભરૂચ માટે કઈ રીતે મહત્વનું તેના પર પ્રકાશ પાડ્યો હતો. MSME માટે 10 હજાર કરોડ સાથે 3 કેમિકલ પાર્કની જાહેરાતથી ભરૂચ કેમિકલ ક્લસ્ટરને ફાયદો થશે. 60 વર્ષથી ઇન્કમટેક્સ લો ચાલતો જે ખૂબ જ જટિલ, એપ્રિલથી અમલી નવો લો કરમાળખાને સરળ બનાવવાનું બજેટમાં કામ કરશે. ભરૂચનો ટેક્ષ પેયરમાં દેશમાં મોટો ફાળો છે. ભારત સ્થિર ઇકોનોમી સાથે દુનિયામાં આગળ વધી રહ્યું છે. જેને જોતા બેલેન્સ એન્ડ ગ્રોથ ઓરીએન્ટેડ બજેટ તેઓએ ગણાવ્યું હતું.બજેટલક્ષી પત્રકાર પરિષદમા મંત્રી જીગ્નેશ મિસ્ત્રી, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિત જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં.
Latest Stories