ભરૂચ: વકફની મિલકતોના વહીવટીમાં ગેરરીતીના આક્ષેપ મામલે બોર્ડ સભ્ય 10મી એપ્રિલે 3 સ્થળે કરશે તપાસ !

ભરૂચ જિલ્લામાં ૩ સ્થળે વકફની મિલકતોમાં  ગેરરીતી થઇ હોવાની ફરિયાદ થતા આગામી ૧૦મી એપ્રિલે વકફ બોર્ડના મેમ્બર તોફીક વહોરા સ્થળ તપાસ કરશે.....

New Update
Waqf Property
ભરૂચ જિલ્લામાં વકફની મિલકતોમાં થયેલ ગેરવહીવટના મુદ્દે તપાસ કરવા ૧૦મી એપ્રિલે વકફ બોર્ડના મેમ્બર ત્રણ સ્થળે તપાસ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરશે.
Advertisment
હાલ સમગ્ર દેશમા વફક બોર્ડનો મુદ્દો ચર્ચામાં છે વકફ બીલ પાસ થયા બાદ ઠેકઠેકાણે વિરોધ ઉભો થયો છે ત્યારે ભરૂચ જિલ્લામાં પહેલેથીજ વકફ ની મસ્જિદ-મદ્રેશામાં ગેરરીતિઓ થતી હોવાની અનકો ફરિયાદ થઈ હતી. ભરૂચ જિલ્લામાં ૩ સ્થળે વકફની મિલકતોમાં  ગેરરીતી થઇ હોવાની ફરિયાદ થતા આગામી ૧૦મી એપ્રિલે વકફ બોર્ડના મેમ્બર તોફીક વહોરા સ્થળ તપાસ કરશે અને દસ્તાવેજોની તપાસ તેમજ બેન્ક ખાતાઓની તપાસ કરશે.
Gujarat Waqf Board
ભરૂચ તાલુકાના બંબુસર ગામે અજીજ સુલેમાન પટેલ દ્વારા બંબુસર મસ્જિદ-મદ્રેશામાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે વકફ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી હતી જેની સુનાવણી થતા સમગ્ર મામલે ગેરરીતિ થઇ છે કે કેમ તે અંગે તપાસ સોંપવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણમાં ગેરરીતિ થઇ છેકે કેમ એ અંગેની તપાસ વકફ બોર્ડના મેમ્બર તોફીક વહોરા આગામી ૧૦ મી એપ્રિલે હાથ ધરશે 
Advertisment
અત્રે ઉલ્લેખનીય છેકે ભરૂચ જિલ્લામાં કુલ ત્રણ સ્થળે તપાસ કરવા માટે વકફ બોર્ડના મેમ્બર તોફીક વહોરા આવવાના હોવાની વિગતો નોટિસમાં ઉલ્લેખવામાં આવી છે જેમાં પહેલા ભરૂચ તાલુકાનું બંબુસર ગામ, જંબુસર તાલુકાનું દહેગામ તેમજ ભરૂચ શહેરમાં પણ તપાસનો ધમધમાટ થશે.
Advertisment
Latest Stories