ભરૂચ: બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ ઉપનયન સંસ્કાર સમારોહ યોજાયો, 8 બટુકોએ જનોઈ ધારણ કર્યા

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભૃગુઋષિ મંદિર ખાતે સમૂહ ઉપનયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરાયું

  • 8 બટુકોએ જનોઇ ધારણ કર્યા

  • ભૃગુૠષિ મંદિરે કાર્યક્રમનું આયોજન

  • સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભૃગુઋષિ મંદિર ખાતે સમુહ ઉપનયનનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભૃગુઋષિ મંદિર ખાતે સમૂહ ઉપનયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 8 બટુકોએ ઉપનયન ધારણ કર્યા હતા.
આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ અનિલ પંડ્યા, બ્રહ્મ સમાજના દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશી, પૂર્વ પ્રમુખ ગિરીશ શુક્લ, બ્રહ્મ અગ્રણી રૂષિ દવે,વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અજય વ્યાસ,રજનીકાંત રાવલ,શૈલેષ દવે તેમજ સમાજના પ્રમુખ હેમંત શુક્લ અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મગ્રંથોના અનુસંધાન મુજબ જનોઈ બ્રાહ્મણ સમાજને જ્ઞાન, શિસ્ત, જવાબદારી અને સમાજસેવા તરફ દોરી જતું એક મહત્વપૂર્ણ પ્રતિક છે. આધુનિક યુગમાં પણ ઘણા પરિવારો આ પરંપરાને સંતુલિત રીતે આગળ ધપાવી રહ્યા છે.
Latest Stories