New Update
/connect-gujarat/media/media_files/RTgfAOZaNUeZRf8uSigE.jpg)
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો વિરામ જોવા મળી રહ્યો છે ત્યારે વીતેલા 24 કલાકમાં માત્ર બે તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં આમોદમાં છ મિલીમીટર અને વાગરામાં આઠ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
જ્યારે અન્ય તાલુકાઓ કોરાકટ રહ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે ત્યારે આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો