ભરૂચ: છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે છાશનું કરાયુ વિતરણ

ભરૂચ રેલવે સ્ટેશન પર મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવની તિથિ નિમિત્તે છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.....

New Update
  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • મરાઠી સમાજ દ્વારા આયોજન

  • છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આયોજન

  • રાહદારીઓને છાશનું કરાયુ વિતરણ

  • મરાઠી સમાજના સભ્યો રહ્યા ઉપસ્થિત

ભરૂચ રેલવે સ્ટેશન ખાતે છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મોત્સવ નિમિત્તે મરાઠી સમાજ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીના માહોલ વચ્ચે મુસાફરો અને નાગરિકોને ઠંડક મળે તે હેતુથી આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ રેલવે સ્ટેશન પર મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવની તિથિ નિમિત્તે છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેશન પર આવનજાવન કરતા મુસાફરો, રિક્ષાચાલકો તેમજ નાગરિકોને છાશ પીવડાવી ગરમીમાં રાહત અપાઈ હતી.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને યાદ કરી સમાજ સેવા કરવી એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
Latest Stories