New Update
/connect-gujarat/media/media_files/2026/03/04/whatsapp-image-2026-03-0-2026-03-04-09-36-46.jpeg)
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા તજવીજ હાથ ઘરવામાં આવી હતી જે અનુસંધાને એડી.સીવીલ અને જ્યુડીશ્યલ મેજી.કોર્ટ ભરૂચ કોર્ટના ક્રિમીનલ કેસ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ મુજબનો આરોપી- ઉદયભાઈ પ્રવિણભાઈ વસાવા રહે.મકાન નં.એ/૧૭ પાવનપુરી, ભોલાવને કોર્ટએ સજા ફરમાવેલ હોય તથા બીજી અન્ય અલગ-અલગ કોર્ટના ક્રિમીનલ કેસના કામે આરોપી ફરાર હતો જેની પોલીસે ધરપકડ કરી તેને સબજેલ મોકલી આપ્યો હતો. આરોપી ભરૂચ જીલ્લામાં તથા આજુબાજુના જીલ્લાઓ વડોદરા,સુરત,નર્મદા,ખાતે અવાર નવાર જગ્યાઓ બદલતો રહેતો હતો અને તે 3 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories