ભરૂચ: સી ડિવિઝન પોલીસે મકતમપુર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, 4 જુગારીઓની ધરપકડ

ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ બાતમી આધારે  પ્લોટ નં-૪૨૭ રૂમ નં-૦૭, દુકાન ફળીયું, બોરભાઠા બેટ પાસે મકતમપુર

New Update
vlcsnap-2023-06-0
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ બાતમી આધારે  પ્લોટ નં-૪૨૭ રૂમ નં-૦૭, દુકાન ફળીયું, બોરભાઠા બેટ પાસે મકતમપુર ભરૂચ ખાતે બંધ મકાનમાં કેટલાક ઈસમો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા હોય રેઈડ કરી કુલ 4 ઈસમોને રોકડા રૂપિયા તેમજ જુગાર રમવાના સાધનો સહિત પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.30 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ઝડપી પાડેલ આરોપીઓ
(૧) છોટેબાબુ રામસજીવન નિસાદ શેખ ઉ.વ.૨૨ હાલરહે. રૂમ નં-૦૭ પ્લોટ નં-૪૨૭, દુકાન ફળીયું, બોરભાઠા બેટ પાસે મકતમપુર તા.જી.ભરૂચ મૂળ રહે. સીમરીયા અહરોલીઘાટ બાંગર તા.ભોગનીપુર જી. કાનપુર (યુ.પી.)
(૨) વિનયકુમાર શ્રીછોટેલાલ નિસાદ ઉ.વ.૨૬ હાલ રહે. પટેલ ફળીયું, મકતમપુર તા.જી.ભરૂચ મૂળ રહે. કેશવા દ્રોવલી તા.ભોગનીપુર જી. કાનપુર (યુ.પી.)
(૩) રામલખન રામવિલાસ નિસાદ ઉ.વ.૨૩ હાલરહે. રૂમ નં-૦૭ પ્લોટ નં-૪૨૭, દુકાન ફળીયું, બોરભાઠા બેટ પાસે મકતમપુર તા.જી.ભરૂચ મૂળ રહે. સીમરીયા અહરોલીધાટ બાંગર તા.ભોગનીપુર જી. કાનપુર (યુ.પી.)
(૪) અજય શિવબાબુ નિસાદ ઉ.વ.૩૨ હાલ રહે. સિદ્ધી વિનાયક મંદિર, ગુજરાતી સ્કુલ પાસે મકતમપુર તા.જી.ભરૂચ મૂળ રહે. અકબરપુર બીરબલ તા.ધાટમપુર જી. કાનપુર (યુ.પી.)
Latest Stories