ભરૂચ : સી ડિવિઝન પોલીસે બિહારથી ગુમ અસ્થિર મગજના યુવાનનો પરિવારજનો સાથે કરાવ્યો ભેટો

ભરૂચની "સી" ડિવિઝન પોલીસે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાંથી ગુમ થયેલા એક અસ્થિર મગજના યુવાનને તેના પરિવાર સાથે મિલાવ્યો છે. પોલીસની સતર્કતા અને માનવીય

New Update
scsscss
ભરૂચની "સી" ડિવિઝન પોલીસે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાંથી ગુમ થયેલા એક અસ્થિર મગજના યુવાનને તેના પરિવાર સાથે મિલાવ્યો છે. પોલીસની સતર્કતા અને માનવીય અભિગમથી આ શક્ય બન્યું.
ભરૂચમાં GNFC કંપની નજીક એક અજાણ્યો યુવાન શંકાસ્પદ હાલતમાં ભટકતો જોવા મળ્યો હતો. કંપનીના કર્મચારીઓએ પોલીસને જાણ કરતા "સી" ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસમાં યુવાન બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાનો હોવાનું સામે આવ્યું.પ્રાથમિક પૂછપરછમાં યુવાન માનસિક રીતે અસ્થિર જણાયો હતો. પોલીસે ધીરજપૂર્વક તેની સાથે વાતચીત કરીને પરિવાર વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. આખરે યુવાન પાસેથી તેના મોટાભાઈનો મોબાઈલ નંબર મળ્યો.પોલીસે બિહારમાં રહેતા યુવાનના ભાઈનો સંપર્ક કર્યો. ભાઈએ જણાવ્યું કે યુવાન છેલ્લા ચાર મહિનાથી માનસિક રીતે અસ્વસ્થ હતો અને 27 ફેબ્રુઆરી 2026ના રોજ ઘરેથી નીકળી ગયો હતો. વધુ તપાસમાં યુવાનનો ભાણેજ રાજસ્થાનના કોટામાં રહેતો હોવાનું જાણવા મળ્યું. પોલીસે તેનો સંપર્ક કરતા તે ભરૂચ પહોંચ્યો.પોલીસ સ્ટેશનમાં પોતાના મામાને સુરક્ષિત જોઈ ભાણેજ ભાવુક થઈ ગયો હતો. જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસે યુવાનને તેના પરિવારજનોને સોંપ્યો.
Latest Stories