New Update
/connect-gujarat/media/media_files/2025/06/15/pTmVThJ65CFjDNKkB7Db.jpg)
ભરૂચ સ્પે.પોકસો અને ત્રીજા એડીશનલ સેશન્સ કોર્ટ દ્રારા આરોપી રાકેશ રતનસંગ મકવાણાનું ધરપકડ વોરંટની બજવણી કરવા માટે સી ડિવિઝન પોલીસને મળ્યું હતું.
બીજી તરફ આરોપી છેલ્લા 5 વર્ષથી નાસતો ફરતો હતો જેને ઝડપી પાડવા સી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી જે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી ભાવનગર જીલ્લાના બગદાણા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યો છે જેના આધારે પોલીસે વેશપલટો કરી ખેતમજૂરનું રૂપ ધારણ કરી અલગ અલગ ખેતર વાડીમાં ખેતમજુરી કરી 3 દિવસ સુધી વોચ ગોઠવી હતી અને બાદમાં આરોપી રાકેશભાઈ રતનસંગભાઈ જાતે મકવાણાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.