New Update
/connect-gujarat/media/media_files/2025/07/08/mixcollage-08-jul-2025-08-14-pm-1185-2025-07-08-20-15-09.jpg)
ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસની યાત્રાને વેગવંતી બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલીયા, ઝઘડીયા, અંકલેશ્વર, હાંસોટ, ભરૂચ જેવા તમામ તાલુકાઓના કલસ્ટર હેઠળના ગામોમાં સરકારી સેવાઓના ઘરઆંગણે લાભ માટે વિશેષ બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો,
જે અંતર્ગત આજરોજ નેત્રંગ તાલુકાના નાના જાંબુડા ખાતે, હાંસોટ તાલુકાના કાંટાસાયણ પંચાયત કચેરી,ઝધડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક શાળા, અને વાલીયા તાલુકાના ડહેલી પ્રા. શાળા ખાતે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો હતો.
Latest Stories