New Update
/connect-gujarat/media/media_files/2025/09/27/img-20250927-wa0065-2025-09-27-09-06-28.jpg)
ભરૂચ નજીક GNFC થી તુલસીધામ તરફ જતાં માર્ગ પર કાર અકસ્માતનો ભોગ બની હતી.
કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા ડિવાઈડર પર ચઢી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ માર્ગ પર સ્ટ્રીટ લાઈટ અને જરૂરી ટ્રાફિક સાઈનબોર્ડના અભાવને કારણે વારંવાર અકસ્માતો બનતા રહે છે. અંધારામાં દૃશ્યતા ઘટી જતાં વાહનચાલકોને માર્ગ સ્પષ્ટ ન દેખાતા અકસ્માતની શક્યતા વધી જાય છે. લોકો તંત્રને તાત્કાલિક સ્ટ્રીટ લાઈટ અને ચેતવણી બોર્ડ જેવી સુવિધાઓ મુકવાની માંગ કરી રહ્યા છે
Latest Stories