ભરૂચ : ખ્રિસ્તી સમાજ દ્વારા ગુડ ફ્રાઈડે નિમિત્તે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાય

ગુડ ફ્રાઈડે એટલે પવિત્ર શુક્રવાર જેને ઈશુ ખ્રિસ્તના મૃત્યુના દિવસ તરીકે મનાવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માને છે કે, પ્રભુ ઈસુએ માનવજાતની ભલાઈ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

New Update
  • ખ્રિસ્તી સમાજમાં ગુડ ફ્રાઈડે એટલે પવિત્ર શુક્રવારનો દિવસ

  • શહેર તથા જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા આયોજન

  • ખ્રિસ્તી સમાજના લોકોએ વ્રત રાખી દિવસની શરૂઆત કરી

  • ગુડ ફ્રાયડે નિમિત્તે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાય

ભરૂચ શહેર તથા જીલ્લામાં ખ્રિસ્તી સમાજ દ્વારા ગુડ ફ્રાઈડે નિમિત્તે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ગુડ ફ્રાઈડે એટલે પવિત્ર શુક્રવાર જેને ઈશુ ખ્રિસ્તના મૃત્યુના દિવસ તરીકે મનાવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માને છે કેપ્રભુ ઈસુએ માનવજાતની ભલાઈ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

આ દિવસના પગલે ખ્રિસ્તી સમાજના લોકો વ્રત રાખી ચર્ચામાં પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે. કેટલાંક લોકો પરંપરા નિભાવી 40 દિવસ પહેલાથી ઉપવાસ પણ રાખતાં હોય છેત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરની શ્રવણ ચોકડી નજીક આવેલ એબેન એઝેર મેથોડીસ્ટ ચર્ચસેન્ટ ઝેવીયર્સ સ્કુલ ચર્ચબંબાખાના સી.એન.આઈ. ચર્ચ સહિત ભરૂચ શહેર તથા જિલ્લાના તમામ ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજવામાં આવી હતીજ્યાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધુઓ દ્વારા દેવળોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે