New Update
જંબુસરના અણખી ગામે આયોજન
સાયકલોથોનનું કરાયુ સ્વાગત
સીઆઇએસએફ દ્વારા આયોજન
વંદે માતરમ કોસ્ટલ સાયકોથોનનું સ્વાગત
સાયકલવીરો રહ્યા ઉપસ્થિત
સી.આઈ.એસ.એફ દ્વારા ભુજ ખાતેથી આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયકલોથન જંબુસર તાલુકાના અણખી ગામે આવી પહોંચતા સાયકલ વીરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભરૂચના જંબુસર તાલુકાના અણખી ગામે વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન 2026નું સ્વાગત કરવામાં આવ્યું હતું.સીઆઇએસએફ દ્વારા આયોજિત સાઇક્લોથોન દરિયાકાંઠાની સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. સુરક્ષિત કિનારા સમૃદ્ધ ભારત, સુરક્ષિત દરિયાકાંઠા સમુદાયને સશક્ત બનાવી જાગૃત કરવાના ધ્યેય સાથે વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન 2026નું આયોજન કરાયું છે.
વંદે માતરમ ગાનને 150 વર્ષ પૂર્ણ થતા હોય સીઆઇએસએફ દ્વારા વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનું ભુજથી 28/1/ 2026 ના રોજ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ રેલી 3500 કિલોમીટર ઉપરાંતનો પ્રવાસ ખેડી તારીખ 22,/2 2026ના રોજ કોચી પહોંચશે. આ પ્રસંગે યુનિટ હેડ ઋષિશર્મા, એચઆર હેડ જયદેવસિંહ પરમાર તથા સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.
Latest Stories