ભરૂચ: વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગ યોજાયો

યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વ બચાવ કરવો જોઈએ તેમજ તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદ થઈ શકાય તે હેતુથી નાગરિકોને સંરક્ષણ તાલીમ અપાઈ

New Update
  • ભરૂચના વાલિયામાં કરાયુ આયોજન

  • વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું

  • સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગ યોજાયો

  • અધિકારીઓએ આપી હાજરી

  • લોકો ઉત્સાહભેર જોડાયા

ભરૂચના વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે સોમવારની સાંજે સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગ યોજાયો હતો. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત સોમવારના રોજ ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવીલ ડીફેન્સ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે વાલિયા શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે સોમવારની સાંજે સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગ યોજાયો હતો.
જેમાં આપતિકલીન પરિસ્થિતિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વ બચાવ કરવો જોઈએ તેમજ તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદ થઈ શકાય તે હેતુથી નાગરિકોને સંરક્ષણ તાલીમ અપાઈ યુદ્ધ જેવી પરિસ્થિ હતી.આ કાર્યક્રમ મામલતદાર શ્રધ્ધા નાયક,વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.તોમર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories