New Update
/connect-gujarat/media/media_files/2025/11/23/img-20251123-wa0004-2025-11-23-08-48-08.jpg)
ભરૂચના નેત્રંગ તાલુકા મથકે કાયઁરત શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કુલમાં ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ રૂ.૩૫ લાખની ગ્રાન્ટની ફાળવણી કરતાં ભૂમિપૂજનનો કાયઁક્રમ યોજાયો હતો.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે,નેત્રંગ તાલુકામાં વિજ્ઞાન પ્રવાહ શાળાની શરૂઆત ખુબ જ જરૂરી હતું.વષૉથી આ વિસ્તારના લોકોની માંગ હતી.નેત્રંગમાં વિજ્ઞાન પ્રવાહની શરૂઆતથી વિધાર્થીઓ સ્થાનિક કક્ષાએ અભ્યાસ કરી શકશે. નેત્રંગ તાલુકાના બલડવા ગામના સન્મુખભાઇ ભક્તે રૂ.૫ લાખ અને ઝરણા ગામના સુરેશભાઈ પટેલે રૂ.૧ લાખ દાનની જાહેરાત કરી હતી અને શાળામાં અભ્યાસ કરતાં ૪૫ વિધાર્થીઓને સાંસદે સાયકલનું વિતરણ કયુઁ હતું.આ પ્રસંગે ભરૂચ જી.પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રાયસીંગ વસાવા,નેત્રંગ તા.ભાજપ પ્રમુખ મનસુખ વસાવા,નેત્રંગ ગામના અગ્રણી શેરખાન પઠાણ,મંત્રી સમીર ભક્ત,અશોક પ્રજાપતિ,આચાર્ય રતન વસાવા અને વિવિધ પદાધિકારીઓ-અધિકારીઓ સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories