ભરૂચ:વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા કલેકટરની જિલ્લાવસીઓને અપીલ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજનાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

New Update

તારીખ 21 મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજનાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા “સ્વયં અને સમાજ માટે યોગ” ના થીમ સાથે ૨૧ મી જુન -૨૦૨૪ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
ચાલુ વર્ષે પણ ૨૧ મી જૂન, ૨૦૨૪ દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણ સમગ્ર રાજયમાં વિશાળ જનભાગીદારી સાથે કરવાની હોઈ, આ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય, વોર્ડ, શાળા, કોલેજ, અન્ય સંસ્થાય વિગેરે તમામ કક્ષાએ યોગ દિવસના ઉજવણીના કાર્યક્રમો   કરવાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વધુ માં વધુ લોકોને સામેલ થવા જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા અપીલ કરવાંમાં આવી છે
Latest Stories