ભરૂચ: કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની કેક કાપી કરાય ઉજવણી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી
ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.
અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.