ભરૂચ : કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાનની પુર્ણાહુતી, વિવિધ સ્થળોએ યોજાયા વિરોધ પ્રદર્શન

ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત વોચ ચોર ગાદી છોડ અભિયાનની પુર્ણાહુતી કરવામાં આવી હતી જે અંગેનો કાર્યક્રમ રેલવે સ્ટેશન સ્થિત બાબાસાહેબ આંબેડકરની

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

વોટ ચોર ગાદી છોડ કાર્યક્રમ

અભિયાનની કરવામાં આવી પુર્ણાહુતી

વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો

કોંગ્રેસના આગેવાનો જોડાયા

ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત વોચ ચોર ગાદી છોડ અભિયાનની પુર્ણાહુતી કરવામાં આવી હતી જે અંગેનો કાર્યક્રમ રેલવે સ્ટેશન સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયો હતો.
રાજ્યવ્યાપી વોટ ચોર ગાદી છોડ અને મારો મત મારો અધિકાર અભિયાનની ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, આગેવાન ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.આ અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડ તેમજ જિલ્લામાં તાલુકા મથકે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સરકાર પર વોટ ચોરી કરી સત્તા હાંસલ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.તારીખ 3 થી 10 ઓક્ટોબર દરમ્યાન યોજાયેલ કાર્યક્રમોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
Latest Stories