ભરૂચ : વાલિયાના ગાંધુ ગામથી ડણસોલીને જોડતા કીમ નદીના બ્રિજની જર્જરિત હાલત, કોંગ્રેસ દ્વારા CMને લખાયો પત્ર

ભરૂચના વાલીયા તાલુકામાં ગાંધુથી દણસોલી ગામને જોડતા કીમ નદી પર આવેલ પુલની હાલત અત્યંત ચિંતાજનક બની છે. પુલની જર્જરિત સ્થિતિ અને ગુણવત્તા અંગે સ્થાનિક લોકોએ  ચિંતા વ્યક્ત કરી છે.

New Update
MixCollage-14-Feb-2026-10-32-AM-7316

ભરૂચના વાલીયા તાલુકામાં ગાંધુથી દણસોલી ગામને જોડતા કીમ નદી પર આવેલ પુલની હાલત અત્યંત ચિંતાજનક બની છે. પુલની જર્જરિત સ્થિતિ અને ગુણવત્તા અંગે સ્થાનિક લોકોએ  ચિંતા વ્યક્ત કરી છે.

વાલીયા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય વસાવા દ્વારા સ્થળ પર  પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમની મુલાકાત બાદ સમગ્ર હકીકતો અને તથ્યોને આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા ગુજરાત રાજ્યના  મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ હાથ ધરવા માંગ કરવામાં આવી છે.રજુઆતમાં જણાવાયું છે કે જાહેર નાણાંથી બનેલા પુલની ગુણવત્તા અંગે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવી જરૂરી છે. જો બેદરકારી, ગેરવહીવટ અથવા ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.સાથે જ પુલની સલામતી સુનિશ્ચિત કરવા અને જનતાને સુરક્ષિત અવરજવર માટે જરૂરી તાત્કાલિક પગલા લેવાય તેવી માંગ પણ કરવામાં આવી છે.
Latest Stories