ભરૂચ:  પત્નિને પોતે સસ્પેન્ડેડ હોવાનું બતાવવા કોન્સ્ટેબલે પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો,નોંધાઇ પોલીસ ફરિયાદ

ભરૂચમાં પોલીસકર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો  હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે

New Update
bhr sp

ભરૂચમાં પોલીસકર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો  હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે

ભરૂચ પોલીસ હેડકવાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર કોન્સ્ટેબલ મહેશ સોલંકીનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને પોતે સસ્પેન્ડેડ હોવાનું પત્નીને જણાવવા માટે તેણે પોલીસ કચેરીના જ કોમ્પ્યુટરમાં પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો હતો એટલુ જ નહીં તેના પર જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની ખોટી સહી પણ કરી હતી આ બાબતની જાણ થતા જ તપાસ કરવામાં આવી હતી અને અંતે સમગ્ર મામલો બહાર આવતા મહેશ સોલંકી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે
Latest Stories