ભરૂચ: પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લાકક્ષાની કુકીંગ કોમ્પિટિશન યોજાય

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ મિશ્ર શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • જિલ્લા કક્ષાની કુકીંગ કોમ્પિટિશન યોજાય

  • 9 તાલુકાના 27 સ્પર્ધકોએ ભાગ લીધો

  • પી.એમ.પોષણ શક્તિ યોજના અંતર્ગત આયોજન

  • વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવાય

ભરૂચમાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ મિશ્ર શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 27 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અલ્પાહાર તેમજ મધ્યહન ભોજન આપવામાં આવે છે.
બાળકોને ભોજનમાં કઈ પૌષ્ટિક વાનગી આપી શકાય અને પીએમ પોષણ યોજનાના કર્મચારીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સ્પર્ધનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધકોએ વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી.આ પ્રસંગે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories