New Update
/connect-gujarat/media/media_files/2025/09/26/hira-2025-09-26-20-51-02.jpg)
ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડમાં મુખ્ય આરોપી અને કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્રની ધરપકડ બાદ હવે જોટવા જામીન પર મુક્ત થયા છે.
મનરેગાની ૧૬ કામોમાં અંદાજે ૭ કરોડથી વધુના ગોટાળાની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ચાર્જશીટ પણ દાખલ કરી હતી.હીરા જોટવાએ ચીફ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. બચાવ પક્ષના વકીલ કિરણ ઠાકોરે જણાવ્યું હતું કે કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો ઉલ્લેખ કરીને જામીન મંજૂર કર્યા છે.હવે, કોર્ટના આ હુકમને પોલીસે ઉપલી કોર્ટમાં પડકારવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Latest Stories