ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે વાગરામાંથી કોપરના કેબલની ચોરી કરતા 3 ઇસમોની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાગરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે વાગરા હનુમાન મંદિર ચોક આસપાસ ત્રણ ઇસમો બળેલા કોપર વાયરો

New Update
thmb-Recovered

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાગરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે વાગરા હનુમાન મંદિર ચોક આસપાસ ત્રણ ઇસમો બળેલા કોપર વાયરો પ્લાસ્ટિકના મીણીયા થેલીમાં ભરી આંટા ફેરા મારે છે.

જેથી એલ.સી.બી ટીમ દ્વારા વોચ કરી ત્રણેય શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડી તેની પાસેથી મળી આવેલ બળેલા કોપર વાયરના બીલ કે આધાર પુરાવાઓ રજુ કરવા જણાવતા ત્રણેય ઈસમોએ કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા.
આરોપીઓએ કબૂલાત કરતા જણાવ્યું હતું કે એક મહિના પહેલા વિલાયત ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટમાંથી નીકુલ અને અજયનાએ ભેગા મળી આ આ કોપર વાયરોની ચોરી કરેલ અને તેના પ્લાસ્ટીકના ભાગને બાળી નાંખી આછોદ ગામે ભંગારનો ધંધો કરતા આતીફ સેક્રેટરીને વેચતા હતા. જેથી પોલીસે આરોપી  નીકુલ જીતુભાઇ રાઠોડ રહે.નવી નગરી, ભેરસમ ગામ તા વાગરા જિ.ભરૂચ, અજય અશોકભાઇ રાઠોડ રહે.નવી નગરી, ભેરસમ ગામ તા.વાગરા જિ.ભરૂચ, આતીફ યુસુફ સેક્રેટરી રહે.ઇદગાહ રોડ, આછોદ ગામ તા.આમોદ જિ.ભરૂચની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી રૂ.26,800નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories