ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે અસુરીયા ગામ પાસે જાહેરમાં કેમિકલ વેસ્ટ ઠાલવતા એક ઇસમની કરી ધરપકડ,રૂ.7 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન પાર્સિંગનું ટેન્કર નંબર-આર.જે.09.જી.બી.4248માં પાનોલી જી.આઈ.ડી.સીની રાજલક્ષ્મી ઇન્ડીસ્ટ્રી નામની

New Update
tlr
ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન પાર્સિંગનું ટેન્કર નંબર-આર.જે.09.જી.બી.4248માં પાનોલી જી.આઈ.ડી.સીની રાજલક્ષ્મી ઇન્ડીસ્ટ્રી નામની કંપનીમાંથી એસિડિક કેમિકલ વેસ્ટ ભરી ભરૂચ-વડોદરા જતા માર્ગ ઉપર શિવકૃપા ભારત પેટ્રોલિયમ પંપ સામેની બાજુ જાહેર રોડ અને ઝરામાં ગેરકાયદેસર રીતે એસિડિક કેમિકલ વેસ્ટ ખાલી કરનાર છે.
જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી ટેન્કર આવી તેમાંથી એસિડિક કેમિકલ વેસ્ટ વાલ્વ ખોલી જાહેરમાં નિકાલ કરતા પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 18 હજાર લીટર કેમિકલ વેસ્ટ મળી કુલ 7 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મધ્ય પ્રદેશના વિદ્યા નગર નાગદા ખાતે રહેતો ટેન્કર ચાલક ગોકુળ ભાગીરથ નાયકને ઝડપી પાડ્યો હતો. જ્યારે કેમિકલ વેસ્ટ ભરી આપનાર ટેન્કર માલિક સકીલ ખાનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories